સુપ્રીમ કોર્ટે આસારામને વચગાળાના જામીન આપ્યાં

સુપ્રીમ કોર્ટે 2013ના બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામ બાપુને મંગળવારે તબીબી આધાર પર 31 માર્ચ 2025 સુધી વચગાળાના જામીન આપ્યાં હતાં. એક દાયકા કરતા પણ વધુ સમય પહેલા ધરપકડ પછી પ્રથમ વખત તેમને જામીન મળ્યાં છે. આરારામ હાલમાં રાજસ્થાનના જોધપુરની એક જેલમાં બંધ છે.

જોકે આ સમયગાળા દરમિયાન આસારામ તેમના અનુયાયીઓને મળી શકશે નહીં.ગાંધીનગરની સેશન્સ કોર્ટે જાન્યુઆરી 2023માં સુરતની એક મહિલા પર 2013ના બળાત્કારના કેસમાં આસારામને દોષિત ઠેરવ્યા હતાં. તેમણે આજીવન કેદને સસ્પેન્ડ કરવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી, પરંતુ હાઈકોર્ટે 29 ઓગસ્ટ, 2024ના રોજ આ અરજી ફગાવી દીધી હતી. આસારામ હાલ રાજસ્થાનના જોધપુરમાં બળાત્કારના એક અલગ કેસમાં જેલમાં છે.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15

Comments on “સુપ્રીમ કોર્ટે આસારામને વચગાળાના જામીન આપ્યાં”

Leave a Reply

Gravatar